Gujarat

અમદાવાદ: અસલાલી-નારોલ હાઈવે પર ઓવરટેક કરવા જતાં કાર પલટી, 20 વર્ષીય યુવકનું મોત

By GS TEAM
25 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના અસલાલીથી નારોલ તરફ જતા રોડ પર બુધવારે મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરને ઓવરટેક કરવા જતાં એક બેકાબૂ બનેલી કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં કાર ચલાવી રહેલા 20 વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર તેના ચાર મિત્રોનો ચમત્કારિક બચાવ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: અસલાલી-નારોલ હાઈવે પર ઓવરટેક કરવા જતાં કાર પલટી, 20 વર્ષીય યુવકનું મોત

Aslali Narol Highway Accident: અમદાવાદના અસલાલીથી નારોલ તરફ જતા રોડ પર બુધવારે મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરને ઓવરટેક કરવા જતાં એક બેકાબૂ બનેલી કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં કાર ચલાવી રહેલા 20 વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર તેના ચાર મિત્રોનો ચમત્કારિક બચાવ થયો છે.

મિત્રો સાથે જઈ રહ્યો હતો, ત્યાં જ કાળ ભેટ્યો

મળતી માહિતી મુજબ, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતો હસનેન રફિકભાઈ પટેલ (ઉંમર વર્ષ આશરે 20) ગઈકાલે તારીખ 24 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે 11:00 વાગ્યાની આસપાસ તેની કાર (નંબર GJ 27 EB 4175) લઈને ચાર મિત્રો સાથે અસલાલીથી નારોલ તરફ જઈ રહ્યો હતો. 


આ પણ વાંચો: અમદાવાદના S.G હાઈવે પર ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ, પોલીસે કહ્યું - 'અમને જાણકારી જ નથી'

અકસ્માત કેવી રીતે સર્જાયો?

લાંબા ટર્નિંગ પહેલાં 'એર ફીટ'ના ગોડાઉન સામે હસનેને આગળ જઈ રહેલા એક કન્ટેનર ટ્રકને ડાબી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર પરનો કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને રસ્તા પર પલટી મારી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે હસનેનને માથા અને મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.

મિત્રોનો આબાદ બચાવ, પરિવારમાં શોક

આશ્ચર્યજનક રીતે, કારમાં સવાર અન્ય ચાર મિત્રોને આ ગંભીર અકસ્માતમાં કોઈ જ ઈજા પહોંચી નથી. ઘટનાની જાણ થતા જ અસલાલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. માત્ર 20 વર્ષની ઉંમરે હસનેનનું મોત થતા દાણીલીમડા વિસ્તારમાં અને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.