Gujarat

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર ACBનો સપાટો, ટિકિટના કાયદેસરના ભાડા કરતાં વધુ રૂપિયા વસૂલતો કર્મચારી ઝડપાયો

By GS TEAM
14 Apr 20261 min read
TukuTouch Logo
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવી વધારાના નાણાં ખંખેરતા રેલવે કર્મચારીને એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ છટકું ગોઠવીને ઝડપી પાડ્યો છે. શિવકુમાર યાદવ નામનો આ કર્મચારી મુસાફરો પાસેથી ટિકિટના નિર્ધારિત ભાવ કરતાં વધુ રકમ પડાવતો હોવાનું સામે આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર ACBનો સપાટો, ટિકિટના કાયદેસરના ભાડા કરતાં વધુ રૂપિયા વસૂલતો કર્મચારી ઝડપાયો

ACB Catches Railway Staff In Ahmedabad: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવી વધારાના નાણાં ખંખેરતા રેલવે કર્મચારીને એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ છટકું ગોઠવીને ઝડપી પાડ્યો છે. શિવકુમાર યાદવ નામનો આ કર્મચારી મુસાફરો પાસેથી ટિકિટના નિર્ધારિત ભાવ કરતાં વધુ રકમ પડાવતો હોવાનું સામે આવ્યું છે.

મુસાફરોની મજબૂરીનો ઉઠાવતા હતા ફાયદો

મળતી માહિતી અનુસાર, કાલુપુર રેલવે સ્ટેશન પરથી અન્ય રાજ્યોમાં જતાં પરપ્રાંતિય અને સામાન્ય મુસાફરો પાસેથી ગેરકાયદે રીતે 10થી લઈને 500 રૂપિયા સુધીની વધારાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. ખાસ કરીને ભીડના સમયે ટિકિટ આપવાના બહાને કર્મચારીઓ મુસાફરોને માનસિક રીતે હેરાન કરી લાંચ માંગતા હતા. આ ગંભીર ફરિયાદોને આધારે ACBની ટીમે કાલુપુર રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પડશે માવઠું

100 રૂપિયાની લાંચ લેતાં જ એસીબી ત્રાટકી

રેલવેની ટિકિટ બારી પર ફરજ બજાવતા શિવપ્રસાદ યાદવે એક મુસાફર પાસેથી ટિકિટના કાયદેસરના ભાડા ઉપરાંત વધારાના 100 રૂપિયાની માંગણી કરી હતી. મુસાફરે આ રકમ આપતાની સાથે જ પૂર્વ આયોજિત છટકા મુજબ ટાંપીને બેઠેલી ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. ACB દ્વારા આરોપી કર્મચારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં અન્ય કોઈ કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ હવે તપાસ તેજ કરવામાં આવી છે.