Gujarat

સાંધાણના કોરોનાગ્રસ્ત દર્દી સામે કોઠારામાં પોલીસ ફરિયાદ દાખલ

By GS Team
29 May 20201 min read
This article was originally published on 29 May 2020
સાંધાણના કોરોનાગ્રસ્ત દર્દી સામે કોઠારામાં પોલીસ ફરિયાદ દાખલ

ભુજ,બુધવાર

અન્ય રાજયમાંથી આવતા લોકોને ફરજીયાત સંસ્થાકીય કવોરન્ટાઈન રહેવાનો નિયમ હોવા છતા મુંબઈથી અબડાસા તાલુકાના સાંધાણ ગામે આવેલો યુવક સંસ્થાકીયના બદલે હોમ કવોરન્ટાઈન રહેતા તેની સામે કોઠારા પોલીસ મથકે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. આ યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને મુંદ્રાની હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરાયો છે. મુંબઈથી આવેલા ૩૦ વર્ષિય ત્રિલોક શંકરલાલ મીઠીયા (ભાનુશાલી)નો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. વધુમાં આરોગ્ય તંત્રની તપાસમાં બહાર આવ્યુ છે કે, ત્રિલોક અન્ય રાજયમાંથી આવ્યો હોઈ તેને ફરજીયાત સંસ્થાકીય કવોરન્ટાઈન થવુ પડે તેના બદલે તે ઘરે જ કવોરન્ટાઈ થઈ ગયો હતો. ગત રોજ તેનામાં કોરોનાના લક્ષણો જોવા મળતા તેનો ભુજની લેબમાં ટેસ્ટ કરાવાયો હતો જેમાં કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આમ સરકારી નિયમોના ભંગ બદલ તેની વિરૃધ્ધ કોઠારા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.