Gujarat

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમનો આરંભ પહેલા જ દિવસે મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૭ કરોડથી વધુની આવક

By GS TEAM
10 Apr 20261 min read
એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમનો આરંભ  પહેલા જ દિવસે મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૭ કરોડથી વધુની આવક

 અમદાવાદ,ગુરુવાર,9 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એડવાન્સ પ્રોપર્ટી ટેકસ રીબેટ સ્કીમનો ગુરુવારથી આરંભ થયો છે. ૩૧ મે સુધી ચાલનારી આ સ્કીમના પહેલા જ દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનને રુપિયા ૧૭ કરોડથી વધુની આવક થવા પામી હતી. ૨૧૪૮૫થી વધુ કરદાતાઓને તંત્ર તરફથી રુપિયા ૧.૭૯ કરોડથી વધુ ડિસ્કાઉન્ટ આપવામા આવ્યુ હતુ.

પ્રોપર્ટી ટેકસ એડવાન્સ રીબેટ સ્કીમ અંતર્ગત કરદાતાઓને ૧૨થી ૧૫ ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામા આવે છે.પહેલા દિવસે મોડી સાંજ સુધીમાં ૧૭ કરોડથી વધુની આવક થતા કોર્પોરેશન ટેકસ વિભાગના અધિકારીઓએ પણ હાંશકારો અનુભવ્યો હતો.કેમકે ૩૧ માર્ચે પુરા થયેલા નાણાંકિય વર્ષના અંતે તમામ ટેકસની રુપિયા ૨૩૭૩.૧૭ કરોડ આવક થવા પામી હતી.

ઝોન મુજબ કયાં-કેટલી આવક

ઝોન    આવક(કરોડમાં)

મધ્ય   ૨.૫૮

ઉત્તર   ૦.૮૭

દક્ષિણ  ૦.૯૭

પૂર્વ    ૧.૬૪

પશ્ચિમ  ૩.૭૬

ઉ.પ.   ૪.૦૬

દ.પ.   ૨.૭૦