Gujarat

વિસનગર પહોંચેલા અભિનેતા દીપક તિજોરીએ પોતાના પૂર્વજોની યાદો તાજી કરી, જાણો ટાવર જોઈ કેમ ભાવુક થયા

By GS TEAM
11 Aug 20251 min read
TukuTouch Logo
બોલિવૂડના જાણીતા અભિનેતા દીપક તિજોરી તેમની આગામી ગુજરાતી ફિલ્મ 'ગેટ સેટ ગો'ના શૂટિંગ માટે ગુજરાત આવ્યા છે. આ દરમિયાન તેઓ પોતાના પૂર્વજોના શહેર વિસનગર પહોંચ્યા હતા. દીપક તિજોરીના દાદા અને પરદાદા વિસનગરથી મુંબઈ સ્થળાંતર થયા હતા, તેથી આ શહેરની મુલાકાત લેવાનું તેમનું એક લાંબા સમયથી સપનું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વિસનગર પહોંચેલા અભિનેતા દીપક તિજોરીએ પોતાના પૂર્વજોની યાદો તાજી કરી, જાણો ટાવર જોઈ કેમ ભાવુક થયા

Actor Deepak Tijori Visits Visnagar: બોલિવૂડના જાણીતા અભિનેતા દીપક તિજોરી તેમની આગામી ગુજરાતી ફિલ્મ 'ગેટ સેટ ગો'ના શૂટિંગ માટે ગુજરાત આવ્યા છે. આ દરમિયાન તેઓ પોતાના પૂર્વજોના શહેર વિસનગર પહોંચ્યા હતા. દીપક તિજોરીના દાદા અને પરદાદા વિસનગરથી મુંબઈ સ્થળાંતર થયા હતા, તેથી આ શહેરની મુલાકાત લેવાનું તેમનું એક લાંબા સમયથી સપનું હતું.

વિસનગરમાં ફરતી વખતે, દીપક તિજોરીએ એક રીલ બનાવી અને સોશિયલ મીડિયા પર શેર કરી. આ રીલમાં તેમણે કહ્યું કે, 'નમસ્કાર, આજ કા રીલ બડા ખાસ હૈ. બહોત-બહોત શુક્રિયા ઉપરવાલે કા કે મુજે યે મોકા દિયા. બહોત સુકૂન મિલા.'


આ પણ વાંચો: Video બારેજામાં બુટલેગરોની કમાલ: નકલી ટોયલેટના કમોડની નીચે છુપાવેલા ટાંકામાંથી દારૂ ઝડપાયો

કલોક ટાવર સાથે જોડાયેલી યાદો

દીપક તિજોરીએ વિસનગરમાં આવેલા ઐતિહાસિક કલોક ટાવરની પણ મુલાકાત લીધી. આ કલોક ટાવરનું નિર્માણ તેમના પરદાદાએ કરાવ્યું હતું. 1919માં બનેલી આ ટાવરની ઘડિયાળ પાસે આજે પણ તેમની દાદી મોતીબાઈનું નામ લખેલું છે, જેને જોઈને તેઓ અત્યંત ભાવુક થયા હતા. આ મુલાકાતથી દીપક તિજોરીને પોતાના મૂળ સાથે ફરી જોડાવાનો અનેરી આનંદ થયો હતો.