VIDEO: બારેજામાં બુટલેગરોની કમાલ, નકલી ટોઇલેટના કમોડ નીચેથી દારૂની બોટલો ઝડપાઈ
Bareja illegal liquor: અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ રવિવારે (10મી ઓગસ્ટ) બારેજા ગામના ચુનારા વાસમાં આવેલા એક મકાન પર દરોડો પાડીને ₹2.76 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ દરોડા વખતે પોલીસને આરોપીઓએ બનાવેલો એક ગુપ્ત ભૂગર્ભ ટાંકો મળ્યો હતો, જેને નકલી ભારતીય સ્ટાઈલના ટોઈલેટ નીચે દારૂની બોટલો છુપાવવામાં આવી હતી.
LCBની રેડમાં 792 બોટલ અને IMFLનો જથ્થો જપ્ત
ઇન્સ્પેક્ટર જનરલ વિધિ ચૌધરી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના નિર્દેશ હેઠળ ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડાઓ પર કડક કાર્યવાહીના ભાગરૂપે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચોક્કસ અને વિશ્વસનીય માહિતીના આધારે LCBની ટીમે આ મકાન પર દરોડો પાડ્યો હતો.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ દારૂ છુપાવવા માટે એક અનોખી પદ્ધતિ અપનાવી હતી. તેમણે મકાનની અંદર એક ગુપ્ત ભૂગર્ભ ટાંકો બનાવ્યો હતો અને તેના પ્રવેશદ્વારને છુપાવવા માટે નકલી ભારતીય શૌચાલય સીટનો ઉપયોગ કર્યો હતો. આ ગુપ્ત કમ્પાર્ટમેન્ટમાંથી દારૂની કુલ 792 બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેને પોલીસે જપ્ત કર્યા છે.
આ પણ વાંચો: આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત, 9000 જેટલી ખાલી જગ્યા, જાણો લાયકાત અને કેટલો રહેશે પગાર
આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ગેરકાયદે દારૂના સપ્લાય ચેઇન અને તેમાં સામેલ અન્ય વ્યક્તિઓની ઓળખ કરવા માટે કાર્યવાહી ચાલી રહી છે.