Get The App

જામનગરમાં બકરી ઈદના તહેવાર પૂર્વે બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં બકરી ઈદના તહેવાર પૂર્વે બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ 1 - image

Jamnagar Corporation : જામનગર શહેરમાં આવતીકાલ તા.28 મે, ગુરુવારના રોજ બકરી ઈદનો તહેવાર નિમિત્તે બર્ધન ચોક તથા માંડવી ટાવર બજાર વિસ્તારમાં ભારે ભીડ અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી ગઈકાલે સાંજે પોલીસ વિભાગ દ્વારા એસ્ટેટ શાખાને સાથે રાખીને સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની ટીમ અને સિટી-એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.

કાર્યવાહી દરમિયાન મહાનગરપાલિકાની ટીમ દ્વારા ત્રણ રેકડીઓ તેમજ કટલેરી અને અન્ય ટેબલ બાંકડા વગેરે સામાન સહિતનો અંદાજે એક ટ્રેક્ટર જેટલો માલસામાન જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવવામાં આવ્યો હતો.