Gujarat

લાલપુરમાં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સો સામે કાર્યવાહી : રોકડા રૂપિયા અને ગંજીપત્તા સાથે પોલીસ દ્વારા અટકાયત

By GS TEAM
16 May 20261 min read
TukuTouch Logo
લાલપુર શહેરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સો સામે લાલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ અને ગંજીપત્તા કબજે કર્યા હોવાનું જાણવા મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુરમાં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સો સામે કાર્યવાહી : રોકડા રૂપિયા અને ગંજીપત્તા સાથે પોલીસ દ્વારા અટકાયત

Jamnagar Gambling Raid : લાલપુર શહેરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સો સામે લાલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ અને ગંજીપત્તા કબજે કર્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ, લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરીયાદના આધારે તા. 15/05/2026ના રોજ રાત્રે અંદાજે 8:30 વાગ્યે લાલપુરમાં ખોજા મસ્જિદ પાછળ ઇસુફ મેમણના ઘરની આગળ આવેલી જાહેર ગલીમાં પોલીસે રેઈડ હાથ ધરી હતી.

દરોડા દરમિયાન આરોપી અસ્લમ ગુલમામદ અખાણી, આરીફ સુલેમાન ખત્રી, ફિરોઝ તાલબ સુભણીયા તથા રાભીયાબેન રજાકભાઈ છાટબાર જાહેરમાં ગંજીપાનાં વડે પૈસાની હારજીતનો “તીનપત્તી રોન પોલીસ” નામનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 4490 તથા ગંજીપાના કબજે કર્યા હતા. આ મામલે લાલપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.