Gujarat

૪૭૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ

By GS TEAM
16 Oct 20251 min read
૪૭૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ

વડોદરા : સિંધરોટ ગામની સીમમાં મેફેડ્રોનનું ઉત્પાદન થતું હોવાની બાતમી મળતા એટીએસની ટીમે રેડ પાડી ૪૭૭ કરોડથી વધુનો જથ્થો કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં ઝડપાયેલા અને હાલ જેલમાં રહેલા એક આરોપીએ પરિવારને આથક મદદ કરવા માટે ૩૦ દિવસના વચગાળાના જામીન માગતા અદાલતે આરોપીની અરજી રદ કરી હતી.

કેસની વિગત એવી છે કે, એટીેસની ટીમે સિંધરોડમાં રેડ પાડી જંગી માત્રમાં મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. આ બનાવમાં અત્યાર સુધીમાં ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ધરપકડ બાદ જેલમાં રહેલા આરોપી ભરતભાઇ ભીખાભાઇ ચાવડાએ ૩૦ દિવસના વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી અને રજૂઆત કરી હતી કે, તેનો પરિવાર આથક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.

પરિવારના નિર્વાહ માટે તને કાર વેચવી છે તેમજ નાણાંની વ્યવસ્થા કરવા માટે તેને ૩૦ દિવસના જામીન આપવામાં આવે. જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, કાર વેંચવા માટે આરોપી પાવર ઓફ એટર્ની પણ આપી શકે છે. આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે ત્યારે તેને જામીન આપવા જોઇએ નહી. અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.