Gujarat
દુષ્કર્મ કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર
By GS Team
12 Aug 20251 min read
This article was originally published on 12 Aug 2025

વડોદરા : પંદર વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જઇ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, દિપક રમેશભાઇ પરમાર નામનો શખ્સ પગે ખોડખાપણ
ધરાવતી ૧૫ વર્ષની કિશોરીને ભગાડી ગયો હતો.આ શખ્સે કિશોરીને તારી સાથે કોઇ લગ્ન નહી
કરે હુ તારી સાથે લગ્ન કરીશ તેમ જણાવી કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે આ બનાવમાં આરોપી દિપક પરમારની ધરપકડ કરી હતી. પોલીસ
ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મુકતા સરકાર તરફે રજૂઆત કરવામાં આવી
હતી કે,આરોપીની ઉમર ૨૮ વર્ષની છે અને પિડીતાની ઉમર માત્ર ૧૫ વર્ષની છે. આરોપીએ
લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હોઇ અરજી નામંજૂર કરવી જોઇએ.









