Get The App

કોર્ટ સંકુલમાંથી ભાગેલાે બળાત્કારનાે આરોપી મહારાષ્ટ્ર ખાતે સબંધીને ત્યાંથી ઊંઘતો પકડાયો

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
કોર્ટ સંકુલમાંથી ભાગેલાે બળાત્કારનાે આરોપી મહારાષ્ટ્ર ખાતે સબંધીને ત્યાંથી ઊંઘતો પકડાયો 1 - image

વડોદરાઃ વડોદરાની કોર્ટમાંથી ફરાર થઇ ગયેલા બળાત્કારના આરોપીને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી સબંધીને ત્યાંથી ઝડપી પાડયો છે. અકોટા પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.

સયાજીગંજમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવાના  ગુનામાં પકડાયેલા અજય ઉર્ફે આકાશ દિનેશભાઇ રોકડે(રણજીતનગર, પરશુરામનો ભઠ્ઠો,સયાજીગંજ)ને તા.૩૦મીએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે પોલીસ જાપ્તામાં ટોઇલેટમાં ગયા બાદ પાછા  ફરતી વખતે હેડક્વાર્ટરના પીએસઆઇ નિલેશ પાટીલને ચકમો આપી ફરાર થઇ ગયો હતો.

પોલીસની ટીમો તેને શોધી રહી હતી ત્યારે સમા પોલીસના હેકો દિપક જબ્બારને આરોપી વિશે માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રમાં ધૂલિયા નજીક આવેલા દોંડાઇચા ગામે એક સબંધીને ત્યાં દરોડો પાડી  આરોપીને ઊંઘમાં જ ઝડપી પાડયો હતો.

અકોટાના પીઆઇ ડીવી બલદાનિયાની પ્રાથમિક તપાસમાં આરોપી કોર્ટ કમ્પાઉન્ડની જાળી કૂદી દિવાળીપુરા થઇને હાઇવે પહોંચ્યો હોવાની અને ત્યાંથી રિક્ષા,બસ જેવા વાહનો બદલીને મહારાષ્ટ્ર પહોંચ્યો હોવાની વિગતો ખૂલી હતી.જેથી તેને આર્થિક મદદ કોણે કરી તે મુદ્દે પૂછપરછ કરવામાં આવી રહીછે.

આરોપી ભાગી જવાના કેસમાં બેદરકારી રાખનાર PSI સસ્પેન્ડ

સયાજીગંજના પોક્સો કેસના આરોપી અજય રોકડે કોર્ટમાં હેડક્વાર્ટરના પીએસઆઇ નિલેશ પાટીલની નજર ચૂકવી ફરાર થઇ ગયો હતો.પીએસઆઇએ તેની પાછળ દોડી પકડો..પકડો..ની બૂમો પણ પાડી હતી.પરંતુ આરોપી હાથમાં આવ્યો નહતો.જેથી બેદરકારી બદલ પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.