Gujarat
લેબર સપ્લાયના બહાને ઠગાઇ કરનાર ૮ મહિને ઝડપાયો
By GS TEAM
7 Jun 20261 min read

વડોદરા,સિંગાપોરમાં લેબર સપ્લાય કરવાના નામે ૩૭.૯૮ લાખ પડાવી લેનાર સુરતનો લેબર સપ્લાયર ૮ મહિના પછી મધ્યપ્રદેશથી ઝડપાયો છે.
છાણી જકાતનાકાની શિવમ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ લખમાણીએ ગત તા. ૮-૧૦-૨૦૨૫ ના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યંુ હતું કે,મારી સાઈટ પર મિસ્ત્રી કામ કરતા દિપક મિસ્ત્રી મારફતે સુરતના લેબર સપ્લાયર આશિષ બિપિનભાઈ મિસ્ત્રી ( રહે. સૌરાષ્ટ્ર દર્શન રેસિડેન્સી,બીઓબી પાસે, કઠોદરા, સુરત) નો સંપર્ક થયો હતો.
આશિષ મિસ્ત્રીને મેં ૩૦ લેબર પેટે ૩૭.૯૮ લાખ રૃપિયા મોકલ્યા હતા. ત્યારબાદ તેણે લેબરને વિદેશ મોકલ્યા નહતા તેમજ રૃપિયા પણ પરત કર્યા નહતા. ગુનો દાખલ થયા પછી નાસતા ફરતા આરોપી આશિષ મિસ્ત્રીને ડીસીબી પોલીસની ટીમે મળેલી માહિતીના આધારે મધ્યપ્રદેશથી ઝડપી પાડી વધુ તપાસ માટે ફતેગંજ પોલીસને સુપરત કર્યો છે.









