Get The App

વડોદરામાંથી 1 કરોડનું સ્ટીલ ખરીદી ફરાર થઇ ગયેલો ભેજાબાજ દસ વર્ષે પકડાયો

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાંથી 1 કરોડનું સ્ટીલ ખરીદી ફરાર થઇ ગયેલો ભેજાબાજ દસ વર્ષે પકડાયો 1 - image

વડોદરાઃ વડોદરાના માંજલપુર વિસ્તારમાં રૃ.એક કરોડની છેતરપિંડીના કિસ્સામાં દસ વર્ષથી ફરાર ભેજાબાજને વડોદરા પોલીસે કચ્છમાંથી ઝડપી પાડયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,માંજલપુર વિસ્તારના અમર સ્ટીલ સપ્લાયર તેમજ અન્ય લોકો પાસે વર્ષ-૨૦૧૬માં સ્ટીલની ખરીદી કરનાર ભેજાબાજે રૃ.૧.૦૩ કરોડનું પેમેન્ટ નહી ચૂકવતાં તેની સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરાતાં આરોપી આનંદરાજ ડેવિન્ડેન્દુ એન્થોની(લક્ષ્મી લે આઉટ હોસુર,શાંતિનગર, ક્રિષ્ણિગિરી,તામિલનાડુ)નો કોઇ પત્તો લાગતો નહતો.જેથી પોલીસની ટીમો વોચ રાખીને પરત ફરતી હતી.

છેલ્લા કેટલાક દિવસથી આરોપી કચ્છના સામખિયાળી ગામે રોકાયો હોવાની માહિતી મળતાં પોલીસની ટીમે ત્યાં પડાવ નાંખ્યો હતો.આખરે આરોપીનું લોકેશન મળ્યા બાદ તેની ઓળખ થતાં પોલીસે તેને દબોચી લીધો હતો.