લોન અપાવવાના બહાને મ્યુલ બેન્ક એકાઉન્ટ ખોલાવી ફ્રોડના નાણાંની હેરાફેરી
આરોપી સામે અગાઉ સાવરકુંડલાપોલીસ સ્ટેશનમાં બે ગુના , લીલીયા, વડોદરા, નવી મુંબઈ પનવેલ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે
પ્રાપ્ત વિગતો અનુસારઅમરેલી જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને લોન અપાવવાની લાલચમાં ફસાવીને આરોપીેએ ફસાવેલા લોકોના નામે ઓનલાઈન બેંક ખાતાઓ ખોલાવ્યા હતા અને તેની કીટ તથા લિંક કરેલા મોબાઈલ નંબરના સીમકાર્ડ મેળવી તા.૪ એપ્રિલ ૨૦૨૫ થી ૧૫ જુલાઈ ૨૦૨૫ દરમિયાન, આ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને અલગ-અલગ રાજ્યોમાં થયેલી સાયબર છેતરપિંડીના કુલ રૂ. ૧,૨૨,૪૭,૦૯૮ જમા કરાવી તેને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી કે એટીએમ/ચેક દ્વારા ઉપાડીને સગેવગે કરી દેવામાં આવ્યા હતા.
આ મામલે અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઝડપાયેલો આરોપી અજીત સામતભાઈ પરમાર( ઉ.વ. ૨૬ )કતારગામના ૧૨૧-જે.કે.પી. નગર, ધનમોરા કોમ્પ્લેક્ષ, (મૂળ રહેવાસી ગોરસ, તા. મહુવા, જિ. ભાવનગર) ને અમરેલી એલ.સી.બી દબોચી લીધો હતો.પકડાયેલ આરોપી અજીત પરમારસામે અગાઉ ેમાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં બે ગુના (પોકસો એક્ટ સહિત) લીલીયા પોલીસ સ્ટેશનમાં એક ગુનો વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો.નવી મુંબઈ (મહારાષ્ટ્ર)ના નવીન પેનવેલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે. અમરેલી પોલીસ એલ.સી.બી. ટીમ અને સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા સંયુક્ત કામગીરી કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.


