Gujarat
ગાજરાવાડીમાં ખુલ્લેઆમ દારૃ વેચતા આરોપી ઝડપાયા
By GS Team
16 Jul 20261 min read
પાણીગેટ પોલીસે ગાજરાવાડી સુવેઝ પમ્પિંગ રોડ પર ઝૂંપડામાં દારૂનો ધંધો કરનાર મિતેશ પરમારને ઝડપી પાડ્યો છે. પોલીસે દરોડા પાડી મિતેશ ભરતભાઈ પરમાર, અજય જયંતિભાઈ રાઠોડિયા અને દિનેશ જગદીશભાઈ પરમારને 66 વિદેશી દારૂની બોટલ કિંમત ₹9,350 સાથે પકડ્યા છે. પોલીસે કુલ ₹9,720નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે દેવેન્દ્ર વણઝારા વોન્ટેડ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે, ગાજરાવાડી સુવેઝ પમ્પીંગ રોડ પર ઝૂંપડામાં ખાટલા પર બેસીને મિતેશ પરમાર વિદેશી દારૃનો ધંધો કરે છે. જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા મિતેશ ભરતભાઇ પરમાર (રહે. ગાજરાવાડી) , અજય જ્યંતિભાઇ રાઠોડિયા તથા દિનેશ જગદીશભાઇ પરમાર (રહે. ગાજરાવાડી) પકડાઇ ગયા હતા. પોલીસે તેઓની પાસેથી દારૃની ૬૬ બોટલ કિંમત રૃપિયા ૯,૩૫૦ ની કબજે કરી છે. પોલીસે દારૃ, રોકડા મળી કુલ ૯,૭૨૦ રૃપિયાની મતા જપ્ત કરી છે. જ્યારે દેવેન્દ્ર વણઝારાને વોન્ટેડ જાહેર કર્યો છે.