Gujarat

વાઘોડિયારોડ પર દારૃ વેચતો આરોપી ઝડપાયો

By GS TEAM
4 Apr 20261 min read
વાઘોડિયારોડ પર દારૃ વેચતો આરોપી ઝડપાયો

વડોદરા,આજવારોડ અને વાઘોડિયારોડ પર વિદેશી દારૃનો ધંધો  કરતા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડી કુલ ૬૦ બોટલ કબજે કરી છે.

આજવારોડ જય અંબે ફળિયામાં રહેતો રાજેશ અપ્પાજી વસાવા પોતાના ઘરે દારૃ લાવ્યો છે અને  વેચવા માટે તે ગ્રાહકોની રાહ જોઇ રહ્યો હોવાની માહિતી પી.સી.બી. પોલીસને મળી હતી. જેથી, પોલીસે  ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા રાજેશ વસાવા મળી આવ્યો હતો. તેની પાસેથી પોલીસે દારૃ તથા બિયરની ૫૨ બોટલ કિંમત  રૃપિયા ૩૧,૦૪૦ ની કબજે કરવામાં આવી હતી. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં પાણીગેટ પોલીસે વાઘોડિયારોડ અંબિકાધામ  એપાર્ટમેન્ટની સામે થેલીમાં દારૃની બોટલ લઇને ઊભેલા આરોપી નરેશ ઉર્ફે પિત્તર માતાબદલ કનોજીયા (રહે. ગોમતીપુરા, ભૈયાની ચાલી, ગાજરાવાડી) ને ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી દારૃની ૮ બોટલ કિંમત  રૃપિયા ૩,૩૮૦ ની કબજે કરી છે.