Gujarat
આજવા રોડ પર દારૃનો ધંધો કરતો આરોપી ઝડપાયો
By GS TEAM
6 Sep 20251 min read

વડોદરા,આજવા રોડ પર વિદેશી દારૃનો ધંધો કરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
આજવા રોડ સરદાર એસ્ટેટની પાછળ બિલીપત્ર સોસાયટીની બાજુમાં લક્ષ્મી નગરમાં રહેતો નરેશ ઉર્ફે લાલો ચૌહાણ પોતાના ઘરે દારૃનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા દારૃનું વેચાણ કરતા આરોપી નરેશ ઉર્ફે લાલો બાબુસીંગ ચૌહાણ (રહે. લક્ષ્મીનગર) ને ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી દારૃ અને બિયરની ૪૪૧ બોટલ કિંમત રૃપિયા ૧.૦૯ લાખની કબજે કરી છે. પોલીસે પૂછપરછ કરતા નરેશ ચૌહાણે જણાવ્યું હતું કે, આ દારૃનો જથ્થો વિશાલ ઉર્ફે રાઘવ ભરવાડ (રહે. ભરવાડ વાસ, માધવનગર તથા હનુમાનપુરા વચ્ચે, આજવા રોડ) પાસેથી લાવ્યો હતો. જેથી, પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.








