વડોદરા,આજવારોડ પર મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીનો મોબાઇલ ફોન કોલ કરવા માટે લઇ મોપેડ સવાર ભાગી ગયો હતો.
આજવારોડ નવજીવન પાસે જાદવ અમીશ્રદ્ધા સોસાયટીમાં રહેતા ગિરીશકુમાર વસંતરાવ બર્ડગુજર ખાનગી કંપનીના ગેસ બોટલના સબ ડિલર છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સવારે હંુ મારા ઘરેથી ચાલવા માટે નીકળ્યો હતો. ત્યારે મારા ઘરની સામે મોપેડ લઇને ઊભેલા એક શખ્સે કહ્યંું કે, કાકા મારો મોબાઇલ ફોન પડી ગયો છે. ફોન શોધવા માટે તમારા મોબાઇલમાંથી એક ફોન કરવો છે. જેથી, મેં મારો મોબાઇલ ફોન તેને આપતા જ તે મોપેડ ચાલુ કરીને મારો મોબાઇલ ફોન લઇને ભાગી ગયો હતો. બાપોદ પોલીસે મોબાઇલ ફોન ચોરી અંગે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


