આજવા રોડ પર યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આજવા રોડ મહાવીર હોલ પાસે દેવકી ચેમ્બર્સ નજીક યુવક પર હુમલો કર્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બકરાવાડી પ્રિયંકાબેન રવિભાઇ ચુનારાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે રાતે 10:30 વાગ્યે મારો નાનો દીકરો ગભરાયેલી હાલતમાં ઘરે આવ્યો હતો. તેણે મને કહ્યું કે, રાતે 9:30 વાગ્યે હું મહાવીર હોલ પાસે દેવકી કોમ્પલેક્સ નજીકના સ્ટોરમાં પાણીની બોટલ લેવા માટે ગયો હતો. તે દરમિયાન એક અજાણી વ્યક્તિનો પગ લોખંડના સ્ટેન્ડને અડી જતા સ્ટેન્ડ મારા પગ પર ચઢી જતા મને ઇજા થઇ હતી. જેથી, મેં તેઓને કહ્યું કે, થોડું જોઇને ચાલો. તે એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા લાગ્યો હતો. હું બહાર નીકળી મોપેડ પાસે ઊભો હતો. તે દરમિયાન મારો ફોઇનો મોટો દીકરો આવ્યો હતો. તે જોઇને પેલા લોકો મારી પાસે આવીને કહેવા લાગ્યા હતા કે, અમને મારવા માટે માણસો બોલાવ્યા છે. મને તથા મારા પિતરાઇ ભાઇને ગાળો બોલી મારવા લાગ્યા હતા. તેઓએ અમારા પર હુમલો કર્યો હતો. બૂમાબૂમ કરતા ટોળું ભેગું થઇ જતા આરોપીઓ ભાગી ગયા હતા.









