World

ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર કો-પાઈલટ ઓમાનમાં જ બેન હતો, હુમલાખોરની પહેલી તસવીર સામે આવી

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં કો-પાઈલટ હમામ અલ-હમ્મામીએ કેપ્ટન સ્મિત મચ્છર પર ચપ્પુથી હુમલો કરી પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાતા 170થી વધુ મુસાફરોનો બચાવ થયો. ઓમાને હમ્મામી પર અગાઉ પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ફ્લાયદુબઈએ તેને નોકરી પર રાખ્યો હતો, જેની હવે તપાસ થશે. ઈઝરાયલી એજન્સીઓ પણ પૂછપરછ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર કો-પાઈલટ ઓમાનમાં જ બેન હતો, હુમલાખોરની પહેલી તસવીર સામે આવી

Oman Pilot and Flydubai Plane News : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 માં કેપ્ટન પર ચપ્પુ વડે હુમલો કરી પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કરનારા કો-પાઈલટ અંગે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ઘટનાના ત્રણ દિવસ બાદ હુમલાખોર કો-પાઈલટની ઓળખ હમામ અલ-હમ્મામી (Hamam al-Hammami) તરીકે થઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હમામ અલ-હમ્મામી કટ્ટરપંથી વિચારધારા ધરાવતો હતો અને તેની આ માનસિકતાના કારણે જ ઓમાને અગાઉથી તેના વિમાન ઉડાડવા પર પ્રતિબંધ (બેન) મૂકી દીધો હતો. તેમ છતાં ફ્લાયદુબઈ એરલાઈન્સે તેને નોકરી પર રાખીને UAE અને ઈઝરાયેલ જેવા અત્યંત સંવેદનશીલ રૂટ પર વિમાન ઉડાડવાની જવાબદારી સોંપી દીધી હતી.

કિલર કો-પાઈલટથી ઈઝરાયલી એજન્સીઓ કરશે પૂછપરછ

બુધવારે બનેલી આ ઘટના બાદ ગુરુવારે સાઉદી અરેબિયા દ્વારા શકમંદ કો-પાઈલટને સંયુક્ત અરબ અમિરાત (UAE) ને સોંપવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈઝરાયલની તપાસ એજન્સીઓ અને તપાસકર્તાઓ UAE પહોંચીને આ કટ્ટરપંથી કો-પાઈલટની આકરી પૂછપરછ કરશે.

આ ઘટના પાછળ કોઈ મોટું આતંકી કાવતરું, આંતરરાષ્ટ્રીય ઈશારો કે પૂર્વ આયોજિત પ્લાન હતો કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. UAE ના વિદેશ મંત્રાલય અને સત્તાવાર એજન્સીઓએ આ ઘટનાની તપાસ 'ટેરર એક્ટ' અને 'સેફ્ટી ઈન્સિડન્ટ' ના અંક હેઠળ શરૂ કરી દીધી છે.

કેપ્ટન સ્મિત મચ્છર હીરો બન્યા: 170થી વધુ મુસાફરોનો આબાદ બચાવ

હવામાં મિડ-એર ડ્રામા સર્જાયો ત્યારે ફ્લાયદુબઈના જાંબાઝ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર અને ક્રૂ મેમ્બર્સે અસાધારણ હિંમત દર્શાવી હતી. કો-પાઈલટે કોકપિટમાં કેપ્ટન પર ચપ્પુથી હુમલો કરી વિમાનને નીચે જમીન તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ, વિમાનમાં મુસાફરી કરી રહેલા અનામત (રિઝર્વ) પાઈલટ અને ક્રૂ મેમ્બર્સે મુસાફરોની મદદથી કટ્ટરપંથી કો-પાઈલટને કાબૂમાં લઈ લીધો હતો. ત્યારબાદ પ્લેનનું નોર્થ-વેસ્ટ સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, જેથી 170 થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ થયો હતો. UAE સરકારે કેપ્ટન સ્મિતને 'રીયલ હીરો' ગણાવ્યા છે.

ઓમાનની ચેતવણી કેમ અવગણના કરાઈ?

આ ઘટના બાદ એરલાઈન ક્ષેત્રે મોટો વિવાદ ઊભો થયો છે. ઓમાને હમામ અલ-હમ્મામીની કટ્ટરપંથી પૃષ્ઠભૂમિને કારણે તેના પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, આ માહિતી અન્ય દેશો કે એરલાઈન્સ સાથે શેર કરાઈ હતી કે કેમ અને ફ્લાયદુબઈએ બેકગ્રાઉન્ડ વેરિફિકેશન વિના તેને સંવેદનશીલ રૂટ પર ફ્લાઈટ કેમ સોંપી તે અંગે હવે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.