Get The App

કલાલીમાં માતા, પુત્ર પર હુમલો કરી આરોપીઓ ફરાર

તને ઉપાડી જઇશું તો જ તારા મામા આવશે તેવું કહીને માર માર્યો

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
કલાલીમાં માતા, પુત્ર પર હુમલો કરી આરોપીઓ ફરાર 1 - image

,કલાલી વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી માતા,પુત્ર પર લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો.જે અંગે અટલાદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

કલાલી ફાટક પાસે ચાણક્યનગરી વુડાના મકાનમાં રહેતા શ્રમજીવી મેહુલ કાનજીભાઇએ અટલાદરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બે દિવસ પહેલા બપોરે ૧૨ વાગ્યે  હું ચાણક્યનગરી વુડાના મકાન પાસે મિત્રો સાથે રમતો હતો. તે દરમિયાન મોપેડ લઇને ઇશ્વરભાઇ તથા તેમના પત્ની રેખાબેન આવ્યા હતા.ત્યારબાદ પાછળથી બાઇક પર સંજય અને ગણેશ આવ્યા હતા.તેઓએ મને જણાવ્યંું હતું કે, અમે તને ઉપાડી જઇશું તો જ તારા મામા આવશે. ઇશ્વરભાઇએ મારા માથાપર લાકડીનો ફટકો મારી દીધો હતો.મારી મમ્મી છોડાવવા પડતા રેખાબેને મારી મમ્મીને પણ માર માર્યો હતો. તમામે ભેગા થઇને મને તથા મારી મમ્મીને માર માર્યો હતો.