Gujarat

વડોદરામાં શ્વાન(કૂતરા)ને અકસ્માત : સ્થળ પર જ સર્જરી, કૂતરાને પગના ફ્રેક્ચરની સર્જરી કરી નવજીવન અપાયું

By GS Team
28 Nov 20211 min read
This article was originally published on 28 Nov 2021
વડોદરામાં શ્વાન(કૂતરા)ને અકસ્માત : સ્થળ પર જ સર્જરી, કૂતરાને પગના ફ્રેક્ચરની સર્જરી કરી નવજીવન અપાયું

વડોદરા, તા. 28 નવેમ્બર 2021 રવિવાર

રાજ્યના પશુપાલન વિભાગ અને GVK EMRI ના સહયોગથી ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી કરુણા એમ્બ્યુલન્સની સેવા કાર્યરત છે. જે અનેક પ્રાણી, પક્ષી અને અબોલ પશુના જીવ બચાવે છે. શુક્રવારે વડોદરા-ડભોઈ રિંગ રોડ પર એક શ્વાન (કૂતરા) અકસ્માત દરમિયાન પાછળના બંને પગ પૈકી એક પગ ફેક્ચર અને બીજા પગમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ દરમ્યાન રસ્તા પરથી પસાર થતા સેવાભાવીએ 1962 ને કોલ કરતા ડ્યૂટી પર હાજર વેટેરનરી ડોક્ટર અને પાયલોટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જોતા માલુમ પડ્યું કે કૂતરાના બંને પગમાંથી લોહી ખૂબ વહી ગયું હતું અને તેનો જીવ બચવા માટે સ્થળ પર જ સર્જરી કરીને અને ફ્રેક્ચરનો ઈલાજ કરીને શ્વાન (કૂતરા) નો જીવ બચાવ્યો હતો.

વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં કરુણા એમ્બ્યુલન્સ 1962 દ્વારા 23265 થી પણ વધુ અબોલ પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. જેમાં મેડિકલ ઈમર્જન્સીના 7025 કેસ, મેડિસિન સપ્લાયના 1554, સર્જીકલના 11216, પ્રસૂતિના 163 અને અન્ય 3306 મળીને કરુણા એમ્બ્યુલન્સ દ્વારા 23365 થી પણ વધુ અબોલ પશુના જીવ બચવામાં આવ્યા છે.