Gujarat

મળસ્કે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત

By GS TEAM
12 Mar 20261 min read
મળસ્કે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ  હાઇવે પર અકસ્માત

વડોદરા,વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બે  ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ,આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે વડોદરા - અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર પોઇચા ગામ નજીક ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા સુરેશ વિક્રમભાઇ તડવી તથા રતિલાલ જીણાભાઇ તડવી ( બંને રહે. કલેડીયા ગામ,તા. સંખેડા) ને ઇજા થઇ હતી. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત ક્લિનર રતિલાલે જણાવ્યું હતું કે, અમે નસવાડીથી ટ્રકમાં કપાસ  ભરીને હાડોદ આપવા જતા હતા. તે દરમિયાન અકસ્માત  થયો હતો.