Gujarat

ગુજરાતના રસ્તા પર મોત બનીને દોડતા ડમ્પરો, અમદાવાદ બાદ બોડેલીમાં આધેડને 100 ફૂટ ઢસડ્યા

By GS TEAM
25 Mar 20261 min read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના મુખ્ય ચાર રસ્તા પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રેતી ભરીને બેફામ ઝડપે દોડતા એક ડમ્પરે સ્કૂટર સવાર આધેડને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ડમ્પર ચાલક આધેડને આશરે 100 ફૂટ જેટલા અંતર સુધી રસ્તા પર ઢસડી ગયો હતો, જેને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના રસ્તા પર મોત બનીને દોડતા ડમ્પરો, અમદાવાદ બાદ બોડેલીમાં આધેડને 100 ફૂટ ઢસડ્યા

Bodeli Accident : છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના મુખ્ય ચાર રસ્તા પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રેતી ભરીને બેફામ ઝડપે દોડતા એક ડમ્પરે સ્કૂટર સવાર આધેડને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ડમ્પર ચાલક આધેડને આશરે 100 ફૂટ જેટલા અંતર સુધી રસ્તા પર ઢસડી ગયો હતો, જેને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

રેતી માફિયાઓની લ્હાયમાં નિર્દોષોનો ભોગ?

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નદીમાંથી વહેલી તકે રેતી ભરવાની લ્હાયમાં ડમ્પર ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરીને બેફામ ઝડપે વાહનો હંકારે છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમને શરીરના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ ઓપરેશન અને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

સ્પીડ બ્રેકર મૂકવા પ્રબળ માંગ

બોડેલીના આ મુખ્ય ચાર રસ્તા પર અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને રોકવા માટે ચારેય તરફ મજબૂત સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે.