Gujarat
વડોદરામાં કાલાઘોડા સર્કલ પાસે રાત્રે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત મુસાફરોનો બચાવ
By GS TEAM
9 May 20261 min read
વડોદરાના કાલાઘોડા પાસે ગઈકાલે રાત્રે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત તથા મુસાફરોનો બચાવ થયો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરાના કાલાઘોડા પાસે ગઈકાલે રાત્રે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત તથા મુસાફરોનો બચાવ થયો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Accident : વડોદરાના કાલાઘોડા પાસે ગઈકાલે રાત્રે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત તથા મુસાફરોનો બચાવ થયો હતો.
ગોંડલના ભોજપરા ગામે રહેતા અને જીએસઆરટીસીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા આનંદકુમાર વાઘેલા પોલીસને કહ્યું છે કે, ગઈકાલે રાત્રે છોટાઉદેપુરથી સોમનાથ બસ લઈ જતો હતો ત્યારે વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે એક ટ્રેલરના ડ્રાઇવર બેદરકારી પૂર્વક વાહન ચલાવી બસ સાથે અકસ્માત કર્યો હતો.
જેને કારણે બસને મોટું નુકસાન થયું હતું. જ્યારે કોઈને જાનહાની થઈ ન હતી. બનાવ બાદ ટ્રેલરના ચાલકને પોલીસ સ્ટેશનમાં લવાયો હતો. પોલીસે બનાવો અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.