Gujarat

બે સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં ફરાર બેમાંથી એક આરોપી આઠ વર્ષે ઝડપાયો

By GS TEAM
18 May 20261 min read
TukuTouch Logo
વડોદરાના વિશ્વામિત્રી વિસ્તારમાં આઠ વર્ષ અગાઉ બે સગીરાના અપહરણના ચકચારી કિસ્સામાં ફરાર બે આરોપીમાંથી એકને પોલીસે ઝડપી પાડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બે સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં ફરાર બેમાંથી એક આરોપી આઠ વર્ષે ઝડપાયો

Vadodara : વડોદરાના વિશ્વામિત્રી વિસ્તારમાં આઠ વર્ષ અગાઉ બે સગીરાના અપહરણના ચકચારી કિસ્સામાં ફરાર બે આરોપીમાંથી એકને પોલીસે ઝડપી પાડ્યો છે.   

વિશ્વામિત્રી વિસ્તારમાં 15-3-2018 ના રોજ બે સગીરાને ફોસલાવીને પીન્ટુ અને પ્રવેશ નામના બે યુવકો ભગાડી ગયા હતા અને રાજસ્થાન ખાતે તેમના વતનમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.

બનાવની પોલીસ ફરિયાદ થતાં જુદી જુદી ટીમો બંને સગીરાઓને શોધવા નીકળી હતી. જેથી બંને આરોપીએ સગીરાને છોડી દીધી હતી. પરંતુ આરોપીનો લાંબા સમયથી કોઈ પત્તો ન હતો. 

આ પૈકી ગણેશ ઉર્ફે પિન્ટુ કાંતિભાઈ મીણા (પાચા પાડવા, ઉદેપુર રાજસ્થાન) હાલમાં ગાંધીનગર નજીક કોઈ ખાનગી કંપનીમાં કામ કરતો હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા જુદી જુદી કંપનીઓમાં તપાસ કરી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.