Gujarat

જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ મામલે 'આપ' દ્વારા કલેક્ટરને આવેદન: ધારાસભ્યની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ

By GS TEAM
7 May 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લા પંચાયતની તાજેતરમાં યોજાયેલ ચૂંટણી દરમિયાન 24-સિંગચ બેઠકના સિંગચ ગામના બૂથમાં થયેલી કથિત ગેરરીતિના મુદ્દે આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ મામલે 'આપ' દ્વારા કલેક્ટરને આવેદન: ધારાસભ્યની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ

Jamnagar AAP : જામનગર જિલ્લા પંચાયતની તાજેતરમાં યોજાયેલ ચૂંટણી દરમિયાન 24-સિંગચ બેઠકના સિંગચ ગામના બૂથમાં થયેલી કથિત ગેરરીતિના મુદ્દે આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જામજોધપુર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આ દરમિયાન જિલ્લા પંચાયત ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટનું ક્રોસ કનેક્શન કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના આગેવાનોના જણાવ્યા મુજબ આ ટેકનિકલ ગેરરીતિને કારણે પાર્ટીના ઉમેદવારના પરિણામ પર સીધી અસર પહોંચી હતી, અને ચૂંટણી પ્રક્રિયામાં અન્યાય થયો હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેલી દરમિયાન કાર્યકરોએ પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.