Get The App

વડોદરાના માંજલપુરમાં મોડી રાત્રે યુવાન પર ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકાયા

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના માંજલપુરમાં મોડી રાત્રે યુવાન પર ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકાયા 1 - image

Vadodara Crime Scene : વડોદરાના માંજલપુરમાં મારુતિ ધામ પાસે અમર કૃપા સોસાયટીમાં રહેતા મનીષભાઈ કોઈ આરામ મારવાડી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત બીજી તારીખે સાંજે સાડા સાત વાગે તેની સાથેના બે વ્યક્તિઓ મારા ઘર પાસે આવીને ગાળો બોલતા હતા. જેથી ત્રણેયને ના પાડતા અમારી વચ્ચે સામાન્ય બોલા ચાલુ થઈ હતી.

તેની અદાવત રાખી ગઈકાલે રાત્રે 10:00 વાગે ત્રણેય મારા ઘરે આવ્યા હતા અને તેઓ વાતચીત કરવા માટે નજીકમાં આવેલા મંદિર પાસે મને લઈ ગયા હતા. ત્યાં કાર્તિક તથા તેના સાગરીતે મને પકડી રાખ્યો હતો જ્યારે ત્રીજા આરોપીએ ચપ્પુ વડે મને પેટમાં ઘા મારી દીધા હતા. મેં મારા જમણા હાથથી ચપ્પુ પકડી લેતા મને ઈજા થઈ હતી. ત્યારબાદ આરોપીઓ ભાગી ગયા હતા. મેં મારા પરિવારને વાત કરતા તેઓ મને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.