Gujarat

જોડીયા તાલુકાના પીઠડ ગામના એક યુવાન સાથે જેસીબી ભાડે લઈ જવાના બહાને છેતરપિંડી: જામકંડોરણાના શખ્સ સામે ફરિયાદ

By GS TEAM
6 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા હરજીભાઈ મોમભાઈ બાંભવા નામના ખેડૂત યુવાને પોતાનું જેસીબી ભાડેથી મેળવી લીધા બાદ રૂપિયા પંદર લાખનું જેસીબી પચાવી પાડી તેનું આશરે સાડા દસ લાખ જેટલું ભાડું નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જામકંડોરણા ના વતની રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સામે પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોડીયા તાલુકાના પીઠડ ગામના એક યુવાન સાથે જેસીબી ભાડે લઈ જવાના બહાને છેતરપિંડી: જામકંડોરણાના શખ્સ સામે ફરિયાદ

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા હરજીભાઈ મોમભાઈ બાંભવા નામના ખેડૂત યુવાને પોતાનું જેસીબી ભાડેથી મેળવી લીધા બાદ રૂપિયા પંદર લાખનું જેસીબી પચાવી પાડી તેનું આશરે સાડા દસ લાખ જેટલું ભાડું નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જામકંડોરણા ના વતની રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સામે પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી હરજીભાઈ પાસેથી આરોપી આજથી નવ મહિના પહેલા જેસીબી ભાડે મેળવવા માટે લઈ ગયો હતો. પોતાનો ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ ચાલે છે, તેમાં જે.સી.બી. ચલાવવુ છે અને પ્રતિમાસ 1,30,000નું ભાડું આપશે, તેવો સોદો અને કરાર કરી સૌ પ્રથમ એક મહિનાનું ભાડું બેંક મારફતે ચૂકવી દીધું હતું, ત્યારબાદ છેલ્લા 8મહિના ના ભાડાના પૈસા આપવામાં અખાડા કરતો હતો, અને અનેક બહાના બતાવતો હતો.

આખરે જેસીબી મશીન પાછું આપવાનો પણ ઇનકાર કરી દેતાં આખરે મામલો પંચકોસી એ.ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને જામકંડોરણાના શખ્સ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.