Gujarat

દારૃના નશામાં કાર લઇને જતો યુવક ઝડપાયો ઃ કાર કબજે

By GS TEAM
30 Mar 20261 min read
દારૃના નશામાં કાર લઇને જતો યુવક ઝડપાયો ઃ કાર કબજે

વડોદરા,મોડીરાત્રે અટલાદરા ચેક પોસ્ટ  પાસે વાહન ચેકિંગ દરમિયાન દારૃના નશામાં કાર ચલાવનારને પોલીસે ઝડપી પાડયો છે. 

અટલાદરા પોલીસનો સ્ટાફ ગઇકાલે મોડીરાત્રે અટલાદરા ચેક પોસ્ટ નજીક વાહન ચેકિંગની કામગીરી કરતા હતા. તે દરમિયાન અટલાદરા ગામ તરફથી એક કાર વાંકીચૂકી આવતા પોલીસે કાર અટકાવીને તપાસ કરતા ડ્રાઇવિંગ કરનારનું નામ દિપકકુમાર અરવિંદભાઇ  પટેલ, ઉં.વ.૪૦ (રહે. મારૃતિ કોમ્પલેક્સ, વરાછા રોડ, સુરત) હોવાનું તેણે જાણવા મળ્યું હતું. તેણે દારૃનો નશો કર્ય હોવાનું જણાતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે. પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, દિપકકુમાર ઇલેક્ટ્રિકનું કામ કરે છે અને વડોદરામાં તેનું કામ ચાલતું હતું. કામ  પૂરૃં થયા પછી તે વડોદરાથી સુરત જતો હતો. તે દરમિયાન વાહન ચેકિંગમાં ઝડપાઇ ગયો હતો.