Gujarat

અમદાવાદમાં સાયન્સ સીટી રોડ પર સરદાર પટેલ ગાર્ડનમાં વાંધાજનક હરકત કરતા રોકતા યુવકે સિનિયર સિટીઝનને ધમકી આપી

By GS Team
30 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદના સોલા સાયન્સ સિટી વિસ્તારમાં સિનિયર સિટીઝનોએ ગાર્ડનમાં અયોગ્ય હરકતો કરતા યુવકને ઠપકો આપ્યો. આ અદાવતમાં યુવકે 10-15 અન્ય યુવકો સાથે આવી સિનિયર સિટીઝનોને ધમકી આપી. બોડકદેવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પરથી 3 યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં સાયન્સ સીટી રોડ પર  સરદાર પટેલ ગાર્ડનમાં વાંધાજનક હરકત કરતા રોકતા યુવકે સિનિયર સિટીઝનને ધમકી આપી

Ahmedabad Crime News : સોલા સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા કેટલાંક સિનિયર સિટીઝન દ્વારા ત્યાં આવેલા ગાર્ડન વાંધાજનક હરકત કરી રહેલા એક યુવકને ઠપકો આપવામાં આવ્યો હતો. જેની અદાવત રાખીને યુવકે ૧૦ થી ૧૫ જેટલા અન્ય યુવકો સાથે આવીને ધમકી આપી હતી. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળથી ત્રણ યુવકોની ધરપકડ કરીને કાર્યવાહી હતી.

સોલામાં આવેલા પંચામૃત બંગ્લોઝમાં રહેતા સિનિયર સિટીઝન રમણભાઇ પટેલ સાયન્સ સીટી રોડ પર આવેલા સરદાર પટેલ ગાર્ડનમાં સિનિયર સિટીઝન પરિવાર નામનું ગુ્રપ ચલાવે છે. જેમાં આસપાસના વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન સભ્યો છે. બે દિવસ પહેલા સાંજના સમયે રમણભાઇ અન્ય સભ્યો સાથે હ ગાર્ડનમાં બેઠા હતા. ત્યારે એક યુવક યુવતી બેઠા હતા. જ્યાં યુવક બિભત્સ ચાળા કરતો હોવાથી રમણભાઇ અને અન્ય લોકોએ યુવકને આવી હરકત ન કરવા માટે રોક્યો હતો. જેથી યુવક અને યુવતી જતા રહ્યા હતા. થોડા સમય બાદ યુવક ૧૦ થી ૧૫ વ્યક્તિના ટોળા સાથે આવ્યો હતો. તેણે રમણભાઇ તેમજ અન્ય સિનિયર સિટીઝનને ધમકી આપી હતી. જેથી ડરીને આ અંગે બોડકદેવ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે તાત્કાલિક સ્થળ પર આવીને ત્રણ વિપુલ દેસાઇ, વિષ્ણુ દેસાઇ અને રોહિત દેસાઇને ઝડપી લીધા હતા. જ્યારે અન્યની શોધખોળ શરૃ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.