Gujarat
મીંગલપુર ગામ નજીક બે બાઇક અથડાતા યુવાનનું મોત
By GS TEAM
16 Feb 20261 min read

- મૃતકના પિતાએ બાઈક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
- યુવાન બાઈક લઈને મુંગળપુરથી ભાણવડ ગામ તરફ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : મીંગલપુર ગામ નજીક આવેલા શીતળા માતાનીના મંદિર પાસે બે બાઇક અથડાતા યુવાનનું મોત નીપજ્યું હતું.
ચુડા તાલુકાના સમઢિયાળા ગામે રહેતા લક્ષ્મણભાઈ લાલજીભાઈ દુધરેજીયાનો પુત્ર વિક્રમભાઈ લક્ષ્મણભાઈ દુધરેજીયા પોતાનું.મોટરસાયકલ નંબર જીજે ૦૪ બીકે ૦૯૨૧ લઈને મીંગલપુર ગામથી ભાણવડ ગામે જતા હતા.મીંગલપુર ગામના શિયાળા માતાના મંદિર પાસે સામેથી મોટરસાયકલ નંબર જીજે ૦૪ ઈકે ૫૦૫૮ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી વિક્રમભાઈના બાઈક સાથે અથડાવી દેતા વિક્રમભાઈને ગંભીર ઇજા થતા ઈજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મોત નિપજ્યું હતું આ બનાવ સંદર્ભ મૃતકના પિતા લક્ષ્મણભાઈએ બાઈક ચાલક વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









