Gujarat

રોડ ક્રોસ કરતા યુવકને વાહનચાલકે ટક્કર મારતા મોત

By GS TEAM
21 Apr 20261 min read
રોડ ક્રોસ કરતા યુવકને વાહનચાલકે ટક્કર મારતા મોત

વડોદરા,બાપોદ જકાતનાકા પાસે રોડ ક્રોસ કરતા યુવકને વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર  ઇજા થતા મોત થયું છે. કપુરાઇ  પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

બાપોદ જકાતનાકા સોનપુર ઝૂંપડપટ્ટીની સામે વુડાના મકાનમાં રહેતા સંજયભાઇ ( ંઉં.વ.૩૯) છૂટક મજૂરી કરે છે. તેના પત્ની હંસાબેન ( ઉં.વ.૪૩) ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટનો વેપાર કરે છે. ગઇકાલે બપોરે બે વાગ્યે સંજયભાઇ વાઘોડિયા ચોકડીથી વૃંદાવન સર્કલ તરફ ચાલતા જતા હતા. બાપોદ જકાતનાકા પાસે તેઓ રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન એક વાહનચાલક તેઓને ટક્કર મારીને ભાગી ગયો હતો.સંજયભાઇને માથા, હાથ અને કાંડાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે.