Get The App

ઇસનપુરની પરણીત મહિલાને પારકા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડયો

પ્રેમીએ પ્રેમ સંબંધ અને લિવઇન કરાર કરવા દબાણ કર્યું ના પાડતા પ્રેમિકાને મારી નાખવાની ધમકી

પૂર્વ પ્રેમી શંકા રાખીને તકરાર કરતા સંબંધ તોડયો

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
ઇસનપુરની પરણીત મહિલાને પારકા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડયો 1 - image

અમદાવાદ, મંગળવાર

ઇસનપુરમાં સાત વર્ષ પહેલા પરણીત મહિલાને પારકા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમિકાએ સંબંધ તોડી નાખતા પૂર્વ પ્રેમીએ ઘરે અને કારખાને જઇને પ્રેમસંબંધ રાખવા અને લિવઇન કરાર કરવા દબાણ કરીને ધમકી આપી હતી. મહિલાને અવાર નવાર ફોન પર ગાળો બોલીને મહિલાને હેરાન કરતો જો કે મહિલાએ કારખાનુ શરુ કરતા સમય ન આપી શકતા પૂર્વ પ્રેમી શંકા રાખીને તકરાર કરતો હોવાથી પ્રેમિકાએ સંબંધ તોડી નાખ્યો હતા. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાએ ધંધો શરુ કરતા સમય ના મળતા પૂર્વ પ્રેમી શંકા રાખીને તકરાર કરતા સંબંધ તોડયો ઃ ઘરે, કારખાને જઇ મહિલા અને પરિવારને હેરાન કરતો

ઇસનપુરમાં રહેતી મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઇસનપુરમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે સાત વર્ષ પહેલા તે ખોખરામાં શર્ટ બનાવવાની ફેકટરીમાં નોકરી કરતી હતી. તે સમયે આરોપી પણ ત્યાં નોકરી કરતો હોવાથી મહિલા સાથે સંપર્કમાં આવ્યો હતો. જે બાદ બંને અવાર નવાર ફોન પર વાતો કરતા અને મળતા હતા. જેથી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. 

 જો કે ત્રણ વર્ષથી મહિલાએ શર્ટ બનાવવાનું કારખાનું કરતા તેમાં ધ્યાન આપતી ન હતી અને ધંધાના કામથી અવાર નવાર બહાર જવાનું થતું હોવાથી ફોન વ્યસ્ત રહેતો હતો. જેને લઇને આરોપી શંકા કરીને બોલાચાલી કરીને તકરાર કરતા મહિલાએ સંબંધ તોડી નાખ્યો હતો. તેમ છતાં આરોેપી મહિલાના કારખાને અને ઘરે જઇને પ્રેમ સંબંધ રાખવા અને લિવઇન કરાર કરવા દબાણ કરતો હતો તેમજ પ્રેમ સંબંધ નહી રાખે તો મારી નાખવાની ધમકી આપતો હતો.