Get The App

વડોદરાના એન્જિનિયર પાસે વિશ્વના ૮૨ દેશોની '૧'ની નોટોનો અનોખો સંગ્રહ

કતારની ફિફા વર્લ્ડ કપ નોટ, સાઉદીની જી ૨૦ સમિટ અને ફિજીની ૭ ડોલરની પણ સ્મારક નોટો સંગ્રહમાં સામેલ

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના એન્જિનિયર પાસે  વિશ્વના ૮૨ દેશોની '૧'ની નોટોનો અનોખો સંગ્રહ 1 - image

વડોદરા, તા.૨ વડોદરાના સિવિલ એન્જિનિયર ફૈઝલ દુધવાલાએ વિશ્વભરના ૮૨ દેશોની '૧'ની નોટોનો સંગ્રહ કર્યો છે, જેમાં એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, તેમજ ઓસેનિયાના દેશોનો સમાવેશ થાય છે. 

આ સંગ્રહમાં એવા દેશોની નોટો પણ છે જે હવે અસ્તિત્વમાં નથી એટલે કે વિલિન થઈ ગયેલ છે. ફૈઝલને નાની ઉંમરે જ સિક્કા, ચલણી નાણાં અને પ્રાચીન વસ્તુઓના સંગ્રહનો શોખ તેમના પિતાને જોઈને પડયો હતો. જો કે, કોરોના દરમિયાન તેમના વિસ્તારમાં લોકડાઉન હતું ત્યારે તેમણે આ શોખને ગંભીરતાથી અપનાવ્યો હતો. પિતાના સંગ્રહને જોઈને રુચિ વધી હતી અને વિદેશમાં રહેતા મિત્રોની મદદથી પોતાનો અનોખો સંગ્રહ શરૃ કર્યો હતો.

ફૈઝલ માટે '૧'નો આંક પ્રતીકાત્મક છે જે દરેક મહત્વપૂર્ણ વસ્તુની શરૃઆતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ફુગાવો અને ડિજિટલ પેમેન્ટ્સના ઉદયને કારણે વિશ્વભરમાં '૧'ની નોટો ધીમે ધીમે અસ્તિત્વમાંથી ખતમ થઈ રહી છે. નેપાળ, જાપાન, અને યુએઈ જેવા દેશોએ આવી નોટોને પહેલેથી જ બંધ કરી દીધી છે, જ્યારે ઊંચા ફુગાવા અથવા કડક ચલણી નિયંત્રણ ધરાવતા દેશોમાં આ નોટો દુર્લભ બની ગઈ છે.

તેમના સંગ્રહમાં કતારની ફિફા વર્લ્ડ કપ નોટ, સાઉદી અરેબિયાની જી ૨૦ સમિટ નોટ, અને ફિજીની ૭-ડોલરની અનોખી નોટ જેવી ખાસ સ્મારક નોટોનો સમાવેશ થાય છે. સૌથી નાની ચલણી નોટ પણ દેશના આથક પાયા અને લોકોના જીવનને દર્શાવે છે, ફૈઝલે ઉમેર્યું હતું હવે આ સંગ્રહને પ્રદશત કરીને તેનો નાગરિકોને મહત્વપૂર્ણ સંદેશ પહોંચાડવા માંગે છે, નાનામાં નાની વસ્તુઓ પણ ઐતિહાસિક અને પ્રતીકાત્મક મહત્વ ધરાવી શકે છે.