Gujarat
એ.ટી.એમ. કાર્ડ બદલી રૃપિયા ઉપાડી લેતો ગઠિયો ઝડપાયો
By GS TEAM
7 Dec 20251 min read

વડોદરા,એ.ટી.એમ. સેન્ટરમાં પૈસા ઉપાડવા જતા ગ્રાહકોને મદદ કરવાના બહાને કાર્ડ બદલી કાઢી એકાઉન્ટમાંથી રૃપિયા ઉપાડી લેતા ભેજાબાજને ડીસીબી પોલીસે ઝડપી પાડયો છે.
એ.ટી.એમ. સેન્ટરમાં થતી ચોરીઓ અંગે ડીસીબી પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન આરોપી તુષાર અનિલભાઇ કોઠારી ( રહે. ભાઇલાલ દાદાની ચાલી, ચરોતર બેંક પાસે, આણંદ, મૂળ રહે. હાથી પોળ, રાજમહેલ રોડ) ને પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી ૧૦ કાર્ડ અને એક મોબાઇલ ફોન કબજે કર્યા છે. આરોપીએ વડોદરા ઉપરાંત ડાકોર, ભરૃચ અને સુરત ખાતે પણ આવા ગુનાઓ કર્યા છે.ફતેગંજમાં જ આરોપી સામે પાંચ ગુનાઓ નોંધાયા છે. આરોપીની પૂછપરછ દરમિયાન ૧૨ ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપી સામે અગાઉ ૩૮ ગુનાઓ નોંધાયા છે.









