Gujarat

જામનગર નજીક બેડમાં રસ્તો ઓળંગી રહેલા વિદ્યાર્થીને કારની ઠોકરે ઇજા

By GS TEAM
13 Apr 20261 min read
TukuTouch Logo
જામનગરમાં અંબર ચોકડી પાસે સ્કૂટર ચાલક વેપારીને કારની ઠોકરે ગંભીર ઇજા: અનેક ફેક્ચર થયા

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક બેડમાં રસ્તો ઓળંગી રહેલા વિદ્યાર્થીને કારની ઠોકરે ઇજા

Jamnagar Accident : જામનગર શહેર અને બેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં એક વિદ્યાર્થી તથા એક વેપારી યુવાનને નાની મોટી ઈજા થઈ છે. જામનગરમાં લાલવાડી આવાસમાં રહેતો સંજય ઈશ્વરભાઈ બાવરીયા નામનો 34 વર્ષનો વેપારી યુવાન પોતાનું એકટીવા સ્કૂટર લઈને રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન કાર ચાલકે ઠોકર મારતા સંજય બાવરીયા સ્કૂટર સાથે નીચે પટકાઈ પડ્યો હતો અને તેને શરીરમાં અનેક નાના-મોટા ફેક્ચર થયા હતા, અને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા બાદ તેના શરીરમાં લોખંડની પ્લેટો પણ મૂકવામાં આવી છે, અને સધન સારવાર ચાલી રહી છે. પોલીસે કારના ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 અકસ્માતનો બીજો બનાવ જામનગર સિક્કા રોડ પર બેડના પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી રોડ ક્રોસ કરી રહેલા બેડ ગામના કરસનભાઈ સગાભાઈ લુણા નામના 17 વર્ષના વિદ્યાર્થીને પુરપાટ ઝડપે આવીને જી.જે. 10 ડી.એન. 1107 નંબરની કારના ચાલકે ટક્કર મારી દેતાં ગંભીર ઇજા થઈ હતી, અને તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે.