Get The App

પાકિસ્તાન- બાંગ્લાદેશ સરહદે મજબુત સુરક્ષા ગ્રીડ ઊભી કરાશેઃ અમિત શાહ

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાન- બાંગ્લાદેશ સરહદે મજબુત સુરક્ષા ગ્રીડ ઊભી કરાશેઃ અમિત શાહ 1 - image

ડ્રોન, રડાર, વોચ ટાવર અને મોર્ડન ટેકનોલોજી સાથ સ્માર્ટ બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટ બાદ દેશની સરહદને ભેદવાની કોઈ હિંમત નહીં કરી શકે : કચ્છ સરહદ સ્થિત G7 બોર્ડર આઉટ પોસ્ટ ઉપર જવાનો સાથે કેન્દ્રીય ગૃહમંત્રીનો સંવાદઃ બોર્ડર આઉટ પોસ્ટનું લોકાર્પણ કર્યું

  ભુજ, :  આગામી એકાદ વર્ષમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદ પર 'સ્માર્ટ બોર્ડર' સુરક્ષા સિસ્ટમ લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છ સરહદે બીએસએફના જવાનોની હિંમત અને સમર્ર્પણની પ્રશંસા કરતાં કહ્યું હતું કે,  બીએસએફની સ્થાપનાના ૬૦મા વર્ષમાં બીએસએફની સરહદ સુરક્ષાની વિભાવનાને પૂરી રીતે બદલવાનો નિર્ણય કર્યો છે. 'ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ' બનાવી 'ટેરિટોરિયલ સુરક્ષા'નો નવો કન્સેપ્ટ લોન્ચ કરીશું. સ્માર્ટ બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટ હેઠળ ડ્રોન, રડાર, વોચ ટાવર, અત્યાધુનિક ટેકનોલોજી અને જવાનોની તૈનાતીથી એક મજબૂત સુરક્ષા ગ્રીડ ઊભી થશે. આના પછી કોઈ આપણી સરહદને ભેદવાની હિંમત નહીં કરી શકે.

કેન્દ્રિય ગૃહમંત્રીએ બીએસએફ જવાનો સાથે 'હાઈ ટી' કાર્યક્રમમાં ભાગ લઈ સંબોધન કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદ પર ડ્રોન, અદ્યતન રડાર અને સ્માર્ટ કેમેરાની મદદથી સરહદ પર 24 કલાક ચાંપતી નજર રખાશે. એક સમયે કચ્છની સરહદે મોટા પાયે સ્મગલીંગ તેમજ અન્ય દેશ વિરોધી પ્રવૃતિ થતી હતી પરંતુ બીએસએફના જવાનોની સતર્કતા અને ચોકી પહેરાના કારણે આ પ્રવૃતિ બંધ થઈ છે.  કચ્છના હરામીનાળા વિસ્તારની મુલાકાત દરમિયાન ગૃહમંત્રીએ બીએસએફ અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક પણ યોજી હતી. G7 બીએસએફની ચોકીઓનું લોકાર્પણ, ઓપી ટાવર 1170 કંટ્રોલરૂમનું નિરીક્ષણ તેમજ જેટી પોઈન્ટ પર વૃક્ષારોપણ કર્યું હતું.   આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપ મુખ્યમંત્રી હર્ષ  સંઘવી, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈ.બી.) ના ડાયરેક્ટર, સીમા પ્રબંધન સચિવ અને બીએસએફના ડાયરેક્ટર જનરલ સહિત કેટલાય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.