Get The App

માંજલપુરના કોમ્પ્લેક્સમાં SBIના ATMમાં આગ લાગતાં નાસભાગ મચી,લોકો નીચે દોડી આવ્યા

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
માંજલપુરના કોમ્પ્લેક્સમાં SBIના ATMમાં આગ લાગતાં નાસભાગ મચી,લોકો નીચે દોડી આવ્યા 1 - image

વડોદરાઃ માંજલપુરના કોમ્પ્લેક્સમાં આજે સાંજે એટીએમમાં આગ લાગતાં ભારે અફરાતફરી સર્જાઇ હતી.ફાયર બ્રિગેડે સ્થિતિ સંભાળી લેતાં બીજી દુકાનો બચી ગઇ હતી.

માંજલપુર ગામના દેવી દર્શન કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો આવેલી છે.જેમાં આજે સાંજે સ્ટેટ બેન્કના એટીએમમાં એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગતાં નાસભાગ મચી હતી.

ઉપર રહેતા રહેવાસીઓ તરત જ નીચે દોડી આવ્યા હતા.આ વખતે આગની જ્વાળાઓ ઉપરના માળ સુધી અને આસપાસની દુકાનોમાં ધુમાડા છવાયા હતા. જો કે થોડી જ વારમાં ફાયર બ્રિગેડ આવી જતાં આગ કાબૂમાં લીધી હતી.આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે.