Gujarat

ભદ્રકાળી માતાની નગરયાત્રા જોવા આવેલી મહિલાનો દોરો તૂટયો

By GS TEAM
27 Feb 20261 min read
ભદ્રકાળી માતાની નગરયાત્રા જોવા આવેલી મહિલાનો દોરો તૂટયો

અમદાવાદ, શુક્રવાર

નારાયણપુરામાં રહેતી મહિલાએ કારંજ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે અમદાવાદના સ્થાપના દિવસે લાલદરવાજા ભદ્દકાળી માતાની નગર યાત્રા હોવાથી મહિલા તેમના જેઠાણી  ભદ્દકાળી મંદિરે દર્નશ કરવા માટે આવ્યા હતા.  આ સમયે અજાણી વ્યક્તિએ ભીડનો લાભ લઇને મહિલાના ગળામાંથી રૃા. ૧.૩૫ લાખની  કિંમતની સોનાની ચેઇન તોડી લીધી હતી

મહિલાના ગળામાંથી રૃા. ૧.૩૫ લાખની  કિંમતની સોનાની ચેઇન તોડી કારંજ પોલીસ ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી 

બપોરના સમયે ભારે ભીડ હોવાથી દેરાણી -જેઠાણી બહુચર માતાના મંદિર પાસે ઉભેલા હતા. આ સમયે અજાણી વ્યક્તિએ ભીડનો લાભ લઇને મહિલાના ગળામાંથી રૃા. ૧.૩૫ લાખની  કિંમતની સોનાની ચેઇન તોડી લીધી હતી. આ બનાવ અંગે કારંજ પોલીસ ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છ. ઉલ્લેખનીય છે કે રથયાત્રાની જેમ આ નજર યાત્રામાં પણ લોકોની ભારે ભીડ વચ્ચે ખિસ્સા કાતરુ અને ચોર ટોળકી ત્રાટકી હતી અને કેટલાકના મોબાઇલ તથા પર્સની ચોરી કરી હતી જો કે કેટલાયે લોકોની પોલીસે માત્ર અરજી લઇને તપાસ શરુ કરે છે.