Get The App

કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી બાઈકની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી બાઈકની ચોરી કરનાર તસ્કર ઝડપાયો 1 - image

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામના બસ સ્ટેન્ડ પાસે થી થોડા દિવસ પહેલાં બાઈક ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ થવા પામી હતી. પોલીસે તપાસ દરમિયાન ખંઢેરા પાસેથી એક પરપ્રાંતીય ખેતમજૂરને ઝડપી  લીધો છે. તેણે ચોરીની કબૂલાત આપી ચોરાઉ બાઈક કાઢી આપ્યું છે. આ શખ્સ સામે વાહનચોરીના પાંચ ગુન્હા નોંધાયેલા છે.

કાલાવડ તાલુકાના ટોડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી થોડા દિવસ પહેલાં એક આસામીના મોટરસાયકલની ચોરી થઈ ગઈ હતી. જેની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં કરવામાં આવી હતી. પીઆઈ પનારા તથા સ્ટાફ દ્વારા તપાસ કરાઈ રહી હતી.

તે દરમિયાન કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતા એક શખ્સ જામનગર થી કાલાવડ તરફ આવી રહ્યો છે તેવી બાતમી મળી હતી. તેના આધારે પોલીસે ખંઢેરા ગામની ગોળાઈ માં વોચ દરમ્યાન ત્યાંથી મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં જામનગર તાલુકાના બગવદર ગામમાં ખેતમજૂરી કરતા દીપક રેમસિંગ બામણીયા ઉર્ફે નાનકો નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ પાસે રહેલા જીજે-10-એએસ 1484 નંબરના બાઈક અંગે પૂછપરછ કરાતા તેણે આ વાહન ટોડામાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. પોલીસે રૂા.15 હજારનું બાઈક કબજે કરી આરોપી ધરપકડ કરી છે. આ શખ્સ સામે કાલાવડ ઉપરાંત ધ્રોલ, મોરબી તથા પડધરીમાં કુલ પાંચ ગુન્હા નોંધાયેલા છે.