Gujarat

બોરડા પાસેથી વેસ્ટ માલની આડમાં લઈ જવાતો દારૃ-બિયરનો જથ્થો ઝડપાયો

By GS TEAM
20 Jun 20261 min read
બોરડા પાસેથી વેસ્ટ માલની આડમાં લઈ જવાતો દારૃ-બિયરનો જથ્થો ઝડપાયો

વાપીથી દારૃનો જથ્થો ભરીને આવી રહ્યો હતો

લોકલ ક્રાઈમ બ્રાંચે ૧૭૫૧ દારૃની બોટલ અને ૧૮૭૨ બિયરના ટીન મળી કુલ રૃ.૧૯.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ભાવનગરભાવનગર-સોમનાથ હાઈ-વે પર બોરડા જવાના પાટીયા પાસેથી વેસ્ટ માલની આડમાં લઈ જવાતો વિદેશી દારૃ અને બિયરનો જથ્થો ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ કુલ પાંચ શખ્સ સામે દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.

મરેલીના રાજુલાના વિકટર ગામના અને હાલ સુરત રહેતા વિવેક ઉર્ફે દિપક ગુજરીયા અને રાજુલાના કથિવદર ગામના અર્જૂન મથુરભાઈ સોલંકીએ જીજે-૧૪-એટી-૮૩૮૪ નંબરના આઈસરમાં જરી (વેસ્ટ માલ)ની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૃનો જથ્થો વાપીથી લઈને સુરત થઇને મહુવા તરફ નિકળવાના હોવાની તથા વિવેક ઉર્ફે દિપક આઈસરનું પાયલોટિંગ કરી રહ્યો હોવાની અને આ દારૃ ભાવેશ રણછોડભાઈ વાજા (રહે.વિક્ટર) અને ભાવેશ કરશનભાઈ સોલંકી (રહે.ઢસીયા, તા.મહુવા)એ મંગાવ્યો હોવાની ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા ભાવનગર-સોમનાથ હાઈ-વે બોરડા ગામે જવાના પાટિયા પાસે વૉચ ગોઠવી બાતમીવાળું આઈસર આવતા તેને અટકાવી આઈસરના ચાલક અર્જૂન મથુરભાઈ સોલંકીને અટકાવી વાહન તપાસતા જરી (વેસ્ટ માલ)ની આડમાં છૂપાવેલી વિદેશી દારૃની ૧૭૫૧ બોટલ અને ૧૮૭૨ના બિયરના ટીન મળી કુલ રૃ.૧૯.૪૨નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેમજ વેસ્ટ માલની આડશ તરીકે વ્યવસ્થા કરી દેનારા રાજુ વાઘ (રહે.કથીવદર) સહિત કુલ પાંચ શખ્સ સામે દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.