Get The App

ઋણ સ્વીકારની નવી રીત, ભાજપના કોર્પોરેટરોએ ધારાસભ્યની હાજરીમાં મન મુકીને ઠુમકા માર્યા

પિયા તુ અબ તો આજા ગીત ઉપર વર્તમાન-પૂર્વ કોર્પોરેટરોએ ડાન્સ કર્યો

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
ઋણ સ્વીકારની નવી રીત, ભાજપના કોર્પોરેટરોએ ધારાસભ્યની હાજરીમાં મન મુકીને ઠુમકા માર્યા 1 - image

     

  અમદાવાદ,સોમવાર,25 મે,2026

અમદાવાદમાં ભાજપના ઋણ સ્વીકારની નવી રીત જોવા મળી છે. શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડના વાઈરલ થયેલા એક વિડીયોમાં ભાજપના કોર્પોરેટરોએ ધારાસભ્ય જીતુભાઈ ભગતની હાજરીમાં મન મુકીને ઠુમકા માર્યા હતા.બોલીવુડના પિયા તુ અબ તો આજા ગીત ઉપર વોર્ડના પૂર્વ અને વર્તમાન કોર્પોરેટરોએ ડાન્સ કરતા ભાજપ નેતાગીરી પણ ચોંકી ઉઠી છે.

સ્ટેડિયમ વોર્ડમાં મતદારોનો ઋણ સ્વીકાર કરવાના નામે ભાજપ તરફથી એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા સ્થાનિક ધારાસભ્ય ઉપરાંત વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને રેવન્યુ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવે સહિત વોર્ડના હોદ્દેદારોએ દમ મારો દમ અને પિયા તુ અબ તો આજા જેવા બોલીવુડના ગીતો ઉપર કરેલા ડાન્સ ભાજપ નેતાગીરી માટે આંચકારૃપ સાબિત થયો હતો.શહેરના નવા મેયર સહિતના હોદ્દેદારોની વરણીના એક દિવસ પહેલા આ પ્રકારે વાઈરલ થયેલા વિડિયો પછી ભાજપ તરફથી કોઈ કાર્યવાહી થશે કે કેમ એ જોવુ રહયુ.