- સાંચોર અને ભાવનગરનાં શખ્સોના નામ ખુલ્યા
- પેરોલ ફર્લો સ્ક્વોર્ડે વિદેશી દારૂ, વાહન મળી કુલ રૂા. 11.34 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોર્ડનો સ્ટાફ માણસો ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, વિજય હમીરભાઇ મેર (રહે.કાળાતળાવ ગામ, ભાવનગર) તથા ભજનલાલ સુખરામ (રહે.સાંચોર, રાજ્ય-રાજસ્થાન) તેની કબ્જા ભોગવટાની સફેદ કલરની મહીન્દ્રા કંપનીની મેકસેસ બોલેરો પીકઅપ નંબર વગરની નવી ગાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વેંચાણ માટે લાવેલ છે અને તે દારૂ ભરેલ ગાડી લઇ ખેતાખાટલી ગામે, પાતા વિસ્તારમાં, સોલારવાળા રોડ ઉપર આવેલ વિજય મેરનાં તબેલા-વાડામાં સંતાડી રાખેલ છે અને આ દારૂ સગેવગે કરવાના છે. જે બાતમી આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડના સ્ટાફે દરોડો પાડી તલાશી લેતા બોલેરો પીકઅપ ગાડીના પાછળના ડાગળા નીચે બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની ૧૦૫૬ કિ.રૂ.૩,૨૯,૪૭૨ની મળી આવતા પોલીસે ભજનલાલ સુખરામ વરાડને વિદેશી દારૂ તથા બોલેરો પીકઅપ વાહન મળી કુલ રૂ.૧૧,૩૪,૪૭૨ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે નિતેષ પરમાર અને સુરેશ ભાખરારામના નામો ખુલવા પામ્યા હતા. પોલીસે ચાર શખ્સ વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
દારૂનો જથ્થો વેચાણ કરવા માટે મંગાવ્યો હતો
ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ગાડી સુરેશ ભાખરારામ (રહે.ગામદુધવા તા.સાંચોર જી. ઝાલોર રાજ્ય રાજસ્થાન) એ આપ્યો હતો અને આ ઇગ્લીંશ દારૂનો જથ્થો વિજય હમીરભાઈ મેર (રહે.કાળાતળાવ ગામ) તથા નિતેષ પરમાર (રહે.આડોડીયાવાસ ભાવનગર)ને આપવા માટે મોકલ્યો હતો. ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચવા માટે મંગાવ્યો હતો.


