Gujarat

જામનગરના અલિયાબાડા ગામ પાસેથી કોપર કેબલની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઇ

By GS TEAM
17 Jan 20261 min read
TukuTouch Logo
જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાંથી BSNLના કોપર કેબલની ચોરી કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના અલિયાબાડા ગામ પાસેથી કોપર કેબલની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઇ

Jamnagar Theft Case : જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાંથી BSNLના કોપર કેબલની ચોરી કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.

બી.એસ.એન.એલ. કંપની દ્વારા અલિયાબાડા રોડ પર ખાડો ખોદીને તેમાંથી 400 પેરના આશરે 8 મીટર કોપર કેબલ રાખવામાં આવ્યો હતો, ત્યાંથી કોઈ તસ્કરો રૂપિયા 35 હજારની કિંમતના કેબલની ચોરી ગયા હોવાની બીએસએનએલના કર્મચારી સંજય મહાદેવભાઈએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, આથી પોલીસે તપાસ હાથ ધરી હતી. અને અલિયાબાડા ગામના મયુર ભાણાભાઈ વિરડા (26) અને જગદીશ ઉર્ફે જગો જેલાભાઈ રાઠોડ (26)ને ઝડપી લીધા હતા, અને તેમની પાસેથી રૂપિયા 35 હજારની કિંમતનો ચોરી કરેલો કેબલનો જથ્થો કબજે કરી લીધો હતો.