Gujarat

રોડ ક્રોસ કરતા ફૂડ ડિલિવરી બોયને કારચાલકે ટક્કર મારી

By GS TEAM
11 Dec 20251 min read
રોડ ક્રોસ કરતા ફૂડ ડિલિવરી બોયને કારચાલકે ટક્કર મારી

વડોદરા,રોડ ક્રોસ કરતા ફૂડ ડિલિવરી બોયને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા થઇ હતી. માંજલપુર પોલીસે  ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

માંજલપુર કોતર તલાવડી વિસ્તારમાં તુલજા નગરમાં રહેતો જયેશસિંહ ઇશ્વરસિંહ ચૌહાણ ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરે છે. ગત ૧૬ મી નવેમ્બરે તે માંજલપુર દરબાર ચોકડી પાસેથી જમવાનું  લઇને રોડ ક્રોસ કરતો હતો. તે દરમિયાન પૂરઝડપે આવેલી કારના ચાલકે રોંગ સાઇડમાં આવીને તેને ટક્કર મારતા ઇજા થઇ હતી. તેને ડાબા હાથે ખભા, કોણી તથા માથા પર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે સંગમ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કાર ચાલકે સારવારનો ખર્ચ આપવાની ના પાડી દેતા ઇજાગ્રસ્ત ડિલિવરી બોયે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.