Get The App

ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં એક ખેડૂતનું પોતાની વાડીમાં ખેતી કામ દરમિયાન હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં એક ખેડૂતનું પોતાની વાડીમાં ખેતી કામ દરમિયાન હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ 1 - image

જામનગર જિલ્લામાં હાર્ટ એટેકના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે, અને ગઈકાલે એક ખેડૂતને પોતાની વાડીમાં ખેતી કામ દરમિયાન હાર્ટએટેક આવી જતાં તેનું મૃત્યુ નીપજ્યું છે.

ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિપુલકર ભીખુગર ગોસાઈ નામના 55વર્ષના ખેડૂત કે જે ગઈકાલે પોતાના ખેતરમાં શાક બકાલાનું વાવેતર કરેલું છે, જેમાં પાણી વાળતા હતા, જે દરમિયાન તેઓને એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં બેભાન બની ગયા હતા. જેઓને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર વિવેકગીરી વિપુલગર ગોસાઈએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.ડી. ગોગરા ધ્રોળની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.