Gujarat

બુડીયા ચોકડી પર ટ્રેક બાઇક સવાર દંપતીને અડફટે લીધું, પતિનું મોત

By GS Team
27 Feb 20221 min read
This article was originally published on 27 Feb 2022
બુડીયા ચોકડી પર ટ્રેક બાઇક સવાર દંપતીને અડફટે લીધું, પતિનું મોત

- બે માસૂમ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યુંઃ પાંડેસરા મણીનગરનું દંપતી સચિન સબંધીને ત્યાંથી પરત આવતું હતું

સુરત,:

સચીનના બુડીયા ચોકડી પાસે ગુરૃવારે રાતે ટ્રકચાલકે બાઇકને ટક્કર મારતા ઇજા પામેલા દંપતિ પૈકી યુવાનનું મોત નીંપજયુ હતુ. જયારે તેમની પત્નીને સામાન્ય ઇજા થઇ હતી.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં મણીનગરમાં રહેતા ૪૦ વર્ષીય બંન્ટીસીંગ રધુનાથસીંગ રાજપુત ગુરૃવારે રાતે પત્ની નિશાસીંગ સાથે સચીન ખાતે સંબંધીને મળીને બાઇક પર ઘરે આવવા નીકળ્યા હતા. તે સમયે સચીનના બુડીયા ચાર રસ્તા પાસે ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં દંપતિને ઇજા થતા તરત સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ટુકી સારવાર દરમિયાન બંન્ટીસીંગનું મોત થયુ હતું. જયારે તેમની પત્નીને સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. જયારે બંન્ટીસીંગ મુળ ઉતરપ્રદેશના બસ્તી જીલ્લામાં દુબોલીયાના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે વાયરીંગ કામ કરતા હતા. આ અંગે સચીન જી.આઇ.ડી.સી પોલીસે તપાસ હાથ ઘરી છે.