Gujarat

સિન્ધુનગરમાં ટોળાએ તોડફોડ, આગ ચાંપીના મામલે વળતી ફરિયાદ નોંધાઈ

By GS TEAM
8 May 20261 min read
સિન્ધુનગરમાં ટોળાએ તોડફોડ, આગ ચાંપીના મામલે વળતી ફરિયાદ નોંધાઈ

સગીરાના પિતાએ ઘોઘારાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી

બે દિવસ પૂર્વે સગીરા સાથે વાતચીત કરવાના મામલે બે જૂથ વચ્ચે ટકરાવ થયો હતો

ભાવનગરસગીરા સાથે વાતચીત કરવાના મામલે છ જેટલા ઈસમોએ સગીરને માર મારી બાઈકની તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી.આ સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ભાવનગર પંથકનો સગીર પરિચિત સગીરા સાથે અંકુર સ્કુલ પાસે બેસી વાતો કરતો હતો તે બાબતેની દાઝ રાખીને રાજુ રાજાણી,નવીન પવનભાઇ,પંકજ ધામેજા,મયુર પીતવાણી,હિતેષ વધવા,અજાણ્યા માણસોએ સગીરને ઢીકાપાટુનો માર મારી તેમજ સવારના મોટાભાઈ અને તેની માતાને પણ ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી મોટર સાયકલ નંબર જીજે.૦૪ સીઈ.૫૨૮૧ ની તોડ ફોડ કરી ઢાંકણુ ખોલી આગ લગાડી આગળ પાછળના વ્હિલના પંખા તથા આગળનો બોથો તથા હેડ લાઇટ કવર તથા હેડલ તથા ટાંકીમા આગ લગાડી હતી.તેમજ આગળના વ્હિલનો પંખો તથા આગળનો બોધો તથા આગળની નંબર પ્લેટ તથા ટાંકીમા ઘોબા પાડી આશરે કિ.રૃ. ૩૦૦૦ નુકશાન કરી કર્યું હતું.આ બનાવ સંદર્ભે સગીરના પિતાએ પાંચ શખ્સ સહિત અજાણ્યા ઇસમ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.