Get The App

ગોંડલમાં માર્કેટિંગ યાર્ડના વેપારીનો ઘરમાં કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
ગોંડલમાં માર્કેટિંગ યાર્ડના વેપારીનો ઘરમાં કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો 1 - image

2 દિવસથી ફોન ઉપડતા ન હોવાથી  ઉપલેટાથી બહેન આવ્યા ત્યારે ખબર પડી : ભારે દૂર્ગંધ આવવા લાગતા સગાઓ અને પાડોશીઓએ બારણા તોડતા ફૂલી ગયેલી લાશ મળી આવી : ફોરેન્સિક PM માટે રાજકોટ મોકલાઈ

ગોંડલ :  ભોજરાજપરા વિસ્તારમાં  વૃંદાવન નગરમાં રહેતા ે માર્કેટ યાર્ડના કમિશન એજન્ટનો કોહવાઈનેે ફૂલી ગયેલો મૃતદેહ ઘરમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંધ મકાનમાં અતિશય દુર્ગંધ આવતા આસપાસના લોકો અને પરિવારજનોએ દરવાજો તોડીને જોતા આ કરૂણ ઘટના પ્રકાશમાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, વૃંદાવનનગરમાં રહેતા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા તેજશભાઇ હસમુખલાલ ગોટેચા (ઉ.વ. 47)નાં  બંધ મકાનમાંથી અતિશય દુર્ગંધ આવતી હતી. મકાનનો મુખ્ય દરવાજો અને ઉપરના રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી સ્થાનિકો અને પરિવારજનોએ એકઠા થઈને બંને દરવાજા તોડયા હતા. રૂમમાં પ્રવેશતા જ બેડ પર તેજશભાઇ ગોટેચાનો ફૂલાઈ અને કોહવાયેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો.

જાણવા મળ્યા મુજબ તેજશભાઇ અપરિણીત હતા, અને ઘરમાં એકલા જ રહેતા હતા.નવામાર્કેટ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે ઓફીસ ચલાવતા હતા.બે બહેનો વચ્ચે એક જ ભાઇ હતા.માતા પિતા ઘણા સમયથી ગુજરી ગયા છે.બન્ને બહેનો પૈકી એક બહેન ઉપલેટા તથા એક બહેન જામજોધપુર સાસરે છે.ઉપલેટા સ્થિત બહેન બે ત્રણ દિવસથી તેજશભાઇને ફોન કરતા હતા પણ  ફોન ઉપડતો નહીં  હોવાથી પુત્ર સાથે ગોંડલ દોડી આવ્યા હતા.પાડોશીની મદદથી તેજશભાઇનાં બંધ મકાનનાં બારણા તોડયા હતા.

બનાવનાં પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.  અત્યંત ખરાબ હાલતમાં મૃતદેહ હોવાથી  મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ફોરેન્સિક પીએમમાં શરીર પર ઇજાનાં કોઇ નિશાન નહી હોવાથી કુદરતી મોતનંુ પ્રાથમિક તારણ બહાર આવ્યું છે